Orange કાઉન્ટી મતદારોના રજિસ્ટ્રાર
Santa Ana શહેર વિશેષ રિકોલ ચૂંટણી
નવેમ્બર 14, 2023
જાહેર સેવાની જાહેરાત
વોઈસઓવર |
નવેમ્બર ચૌદના રોજની Santa Ana શહેર વિશેષ રિકોલ ચૂંટણી માટે, Orange કાઉન્ટી મતદારોના રજિસ્ટ્રાર દરેક મતદારને સરળતાથી અને સુરક્ષિત રીતે મતપત્ર આપવાના અધિકારનું રક્ષણ કરવા માટે પ્રતિબદ્ધ છે. |
શહેરના વોર્ડ ત્રણમાં નોંધાયેલા તમામ મતદારોને મતપત્રો મોકલવામાં આવ્યા છે.
|
તમારું મતપત્ર આપવા માટે ચાર રીતો છે. |
એક. તમે મેલ દ્વારા મત આપી શકો છો. કોઈ ટપાલખર્ચની જરૂર નથી. તમારા મતપત્ર પર ચૌદમી નવેમ્બર સુધીમાં પોસ્ટમાર્ક થવું આવશ્યક છે. |
બે. તમે તમારા મતપત્રને Santa Ana, વોર્ડ ત્રણમાં બે સુરક્ષિત ડ્રોપ બોક્સમાંથી એકમાં નાંખી શકો છો... |
...અથવા ત્રણ. તેને Santa Ana, વોર્ડ ત્રણમાં મત કેન્દ્ર પર લઈ જાઓ. |
Santa Ana માં મતદારોના રજીસ્ટ્રારના કાર્યાલય પાસે પણ એક મતપત્ર ડ્રોપ બોક્સ છે અને તે મત કેન્દ્ર તરીકે કામ કરે છે. |
અને ચાર. તમે કોઈપણ મત કેન્દ્રો પર વ્યક્તિગત જઈને પણ મતદાન કરી શકો છો. |
Santa Ana, વોર્ડ ત્રણમાં અને મતદારોના રજીસ્ટ્રારના કાર્યાલયમાં ચાર નવેમ્બરે મત કેન્દ્ર ખુલશે. |
બધા મત કેન્દ્રો અને મતપત્ર ડ્રોપ બોક્સ ચૌદમી નવેમ્બરે રાત્રે આઠ વાગ્યે બંધ થાય છે. |
મતદાન કેન્દ્રના સ્થાનો અને સમય માટે O-C-Vote [dot] gov [slash] votecenter ની મુલાકાત લો. |
તમે અમારી મતદાર હોટલાઈનને આઠ-આઠ-આઠ-O-C-VOTES પર કૉલ પણ કરી શકો છો. તે વધુ માહિતી માટે આઠ-આઠ-આઠ-છ-બે-આઠ-છ-આઠ-ત્રણ-સાત છે. |
Santa Ana, વોર્ડ ત્રણ યાદ રાખો, સરળતાથી મત આપો. સલામત મત આપો. |